ભરૂચમાં અકસ્માત, પિતા-પુત્રનું મોત, માતાને ગંભીર ઈજા
Live TV
-
ભરૂચમાં ગુરુવારે મોડી રાત્રે અકસ્માત સર્જાતા પિતા પુત્રનું મોત થયાની ઘટના બની છે.
ભરૂચમાં ગુરુવારે મોડી રાત્રે અકસ્માત સર્જાતા પિતા પુત્રનું મોત થયાની ઘટના બની છે. મોડી રાતે લગ્નમાં રાસગરબા રમી પોતાના બાઈક પર પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.
ભરૂચના જ્યોતિનગર વળાંક પાસે બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર પટકાતા પિતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતાને ગંભીર ઈજાઓ થઈ હતી. માતાને ગંભીર ઈજા થતાં ભરૂચ સિવિલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
