Skip to main content
Settings Settings for Dark

રિસ્ટોરેશન બાદ લાખોટા તળાવ શણગારાયું, ડ્રોન વ્યૂથી જોવા મળ્યો અદ્દભૂત નજારો

Live TV

X
  • જામનગરની ઐતિહાસિક ધરોહર અને રાજાશાહીનાં સમયનું નજરાણું એવું લાખોટા તળાવ આજે રોશનીથી સજાવવામાં આવ્યું છે.

    જામનગરની ઐતિહાસિક ધરોહર અને રાજાશાહીનાં સમયનું નજરાણું એવું લાખોટા તળાવ આજે રોશનીથી સજાવવામાં આવ્યું છે. લાખોટા તળાવને અગાઉ બ્યુટિફિકેશન કર્યા બાદ તેની મધ્યમાં આવેલ લાખોટા મ્યુઝિયમને અઢાર કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવેલું છે. તળાવને શણગારાયા બાદ રોશનીનો અદ્દભૂત નજારો ડ્રોન વ્યૂથી જોવા મળ્યો હતો.

    5મી મેના રોજ આવતીકાલે રિસ્ટોરેશન કરાયેલા આ લાખોટા લેક મ્યુઝિયમને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરની આગવી ઓળખને રાજ્ય સરકાર દ્વારા કામોની ગ્રાન્ટ ફાળવામાં આવેલ જેમા રૂપિયા ૧૮ કરોડના ખર્ચે લાખોટા મ્યુઝિયમનું રેસ્ટોરેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.

    જામનગર શહેરની મધ્યમાં જામ રાવળજી દિત્ય દ્વારા લોકોને રોજગારી આપવાના હેતુથી લાખોટા તળાવ 175 વર્ષ પહેલા બનાવવામાં આવેલ હતું. આ સ્ટ્રક્ચર ભૂતકાળમાં ધરતીકંપ અને વાવાઝોડામાં જર્જરિત થઇ ગયું હતું. જામનગર મહાનગરપાલિકા અને આર્કિયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ રિસ્ટોરેસનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે જેનું લોકલ કન્ઝર્વેશન જેમાં હાલાર વિસ્તારમાં મળતુ શંખજીરૂ, રેતી સહિતની વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરી ઓર્થોડોગો પદ્ધતિથી ખાસ
    કરવામાં આવેલ છે. આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે લાખોટા મ્યુઝિયમને લોકો માટે વિધિવત રીતે ખુલ્લો મુકશે અને ત્યારબાદ એક સભાને પણ સંબોધન કરશે.

    જ્યારે લાખોટા મ્યુઝિયમ અને તળાવમાં નવનિર્મિત કરવામાં આવેલ લાઈટ અને મ્યૂઝિક શો એ પ્રકારે બનાવવા આવ્યું છે કે તળાવની ફરતે કોઈપણ જગ્યાએ રહેલ વ્યક્તિ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને માણી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply