મોડાસા લાયન્સ ક્લબ,લાયનશક્તિ અને માલપુર લાયન્સ ક્લબના હોદ્દેદારોની શપથવિધિ સમારોહ
Live TV
-
મોડાસા શહેરમાં ૫૪ વર્ષથી અવિરત સેવા પ્રવુતિ માટે જાણીતી લાયન્સ ક્લબ ઓફ મોડાસા, લાયન્સ શક્તિ અને માલપુર લાયન્સ ક્લબના શપથવિધિ સમારોહ
સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર રહેતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની ૩૨૩૨, બી-૧ ની મહત્વની ક્લબ મોડાસા લાયન્સ ક્લબ, લાયન્સ શક્તિ અને માલપુર લાયન્સ ક્લબની વર્ષ. ૨૦૧૯-૨૦ ના પ્રમુખ,મંત્રી અને અન્ય હોદેદારોની શપથવિધિ સમારોહ મોડાસામાં યોજાયો હતો. મોડાસા શહેરમાં ૫૪ વર્ષથી અવિરત સેવા પ્રવુતિ માટે જાણીતી લાયન્સ ક્લબ ઓફ મોડાસા, લાયન્સ શક્તિ અને માલપુર લાયન્સ ક્લબના શપથવિધિ સમારોહ પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર લાયન ધર્મેશ સોની અને ભામાશા તરીકે અરવલ્લીમાં જાણીતા મહાસુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં લાયન્સ સેવા મંદિર,લાયન્સ હોલ મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
શપથવિધિ કાર્યક્રમમાં પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર લાયન ધર્મેશ સોની દ્વારા મોડાસા લાયન્સ ક્લબની નવી ટિમ ના પ્રમુખ નવીન.વી પટેલ, મંત્રી જનક જોશી, ખજાનચી જય અમીન , લાયન્સ શક્તિના પ્રમુખ વનીતાબેન પટેલ, મંત્રી હેમલત્તાબેન પટેલ, ખજાનચી બકુલાબેન વાઘેલા અને માલપુર લાયન્સ ક્લબના પ્રમુખ ર્ડો.ભાવેશ પટેલ, મંત્રી શ્રુતિ પટેલ અને ખજાનચી શિલ્પા પટેલે શપથ લીધા હતા આ શપથવિધિમાં પૂર્વ પ્રમુખ અને ઝોન ચેરમેન પરેશ શાહ,શક્તિ પ્રમુખ સૂર્યાબેન પુવાર, ડીસી ફૂડ ફોર હંગરના પ્રવીણ પરમાર, ડીસીજીએલટી ભાવેશ જયસ્વાલ, જાણીતા બિલ્ડર લા.કમલેશ પટેલ,મનુ પટેલ,સુરેશ પટેલ અને લાયન્સ સોસાયટી મોડાસાના બોર્ડ ઓફ ડિરેક્ટર અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકિત ચૌહાણ, અરવલ્લી
