બલિદાન દિન નિમિતે જામનગર ખાતે યોજાયું સંમ્મેલ
Live TV
-
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત નેતાઓ રહ્યા હાજર
જામનગર ના ઓશવાળ સેન્ટર ખાતે 25 જૂન કટોકટી દિવસ તેમજ ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિતે સંમ્મેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની ઉપસ્થિતિ માં આ સંમેલ્લન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને મેયર હસમુખભાઈ જેઠવા સહિત ના ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારા કાર્યકર્તાઓને પ્રેરણા આપવામાં આવી હતી. આ સંમેલન માં ખૂબ બહોળી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
