મોરબીના ડો.પ્રેક્ષા અઘારાએ કોરોનાની રસી લીધી, કહ્યું કે, વેક્સીન બાદ નથી કોઇ આડઅસર
Live TV
-
અમદાવાદ ખાતે એમ.ડી. પેથોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ સાથે કોરોના કાળમાં દર્દીઓની સુસુશ્રા કરનાર મોરબીના ડો.પ્રેક્ષા અઘારાએ પ્રથમ રાઉન્ડમાં કોવિડ-19 ની રસી મુકાવી લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો
ભારતમાં કોરોના વેકસીનેશન મહા અભિયાનની વિશ્વભરમાં નોંધ લેવાઈ રહી છે.. પ્રથમ રાઉન્ડમાં આરોગ્યકર્મીઓને રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે .ત્યારે કોવિડ - 19 વેકસીન વિશે ભ્રમણાઓ, અફવાઓ વચે અમુક લોકોમાં વેકસીન વિશે ગેરસમજ ભય જોવા મળી રહ્યો છે .ત્યારે અમદાવાદ ખાતે એમ.ડી. પેથોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ સાથે કોરોના કાળમાં દર્દીઓની સુસુશ્રા કરનાર મોરબીના ડો.પ્રેક્ષા અઘારાએ પ્રથમ રાઉન્ડમાં કોવિડ-19 ની રસી મુકાવી લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.. વેકસીન લીધા બાદ કોઈપણ પ્રકારની આડ અસર જોવા મળી નથી. આપ પણ ભય મુક્ત બની આપનો નંબર આવે ત્યારે ભારત સરકાર પ્રાયોજિત રસીકરણ મહા અભિયાનમાં ભાગ લઈ "રાષ્ટ્રીય કોવીડ ૧૯" વેકશીનેશન અભિયાન" અંતર્ગત રસી અચૂક મુકાવો.
