મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ્ર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, મચ્છુ નદીના કિનારે શાંતિ પ્રાર્થના યોજાઈ
Live TV
-
મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ્ર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હતું. આ ગોઝારી ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ્ર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હતું. આ ગોઝારી ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોરબી ખાતે મચ્છુ નદીના કિનારે શાંતિ પ્રાર્થના યોજવામાં આવી હતી. જેમાં મૃતકોના પરિવારજનો અને સ્વજનો સહિત મોરબીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટનાને લઇ આજે પણ મોરબીવાસીઓ હચમચી ઉઠે છે. ઉલ્લેખનીય છે કે આ બનાવની તપાસ માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. સીટ દ્વારા થોડા દિવસ પહેલા જ રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવ્યો હતા. આ દુર્ઘટનામાં મોરબીના રાજવી પરિવારે તત્કાળ સહાય કરી હતી. તેમજ સરકાર દ્વારા મોટાપ્રમાણમાં સહાય કરવામાં આવી હતી.
