Skip to main content
Settings Settings for Dark

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની યોજાઈ સમીક્ષા બેઠક

Live TV

X
  • મોરબી જિલ્લાના નાગરિકોને સુદ્રઢ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

    આ બેઠક અંતર્ગત યોજાયેલી ડી.જી.આર.સી. (DGRC) મીટિંગમાં કલેક્ટરશ્રીએ ‘PM-JAY આયુષ્માન યોજના’ હેઠળ જિલ્લામાં થતી કામગીરીની પ્રગતિ ચકાસી હતી. જિલ્લામાં માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવા માટે કલેક્ટરશ્રીએ તેના મૂળભૂત કારણોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને તેને અટકાવવા તબીબી તંત્રને વધુ ગંભીરતાથી કામ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત, ડી.ટી.એફ.આઈ. (DTFI) બેઠકમાં બાળકોના નિયમિત રસીકરણની પ્રક્રિયા ચકાસવામાં આવી હતી, જેના ભાગરૂપે આગામી તા. 28 જૂન, 2026 ના રોજ ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંતર્ગત પલ્સ પોલિયો કાર્યક્રમના આયોજન બાબતે માહિતી મેળવી હતી. જેમાં મોરબી જિલ્લાના તમામ વિસ્તારોના 0 થી 5 વર્ષના અંદાજિત 1,25,000 બાળકોને પોલિયો વિરોધી રક્ષણાત્મક ટીપાં પીવડાવવાનું વહીવટી લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે.

    બેઠકના અંતે, એલ.સી.ડી.સી. (LCDC) કમિટી હેઠળ ચર્ચા કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત તા. 08 જૂનથી શરૂ થયેલું અને આગામી તા. 18 જૂન સુધી ચાલનારું ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન’ અત્યંત મહત્વનું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી લેપ્રસી ના શંકાસ્પદ દર્દીઓનું વહેલાસર સચોટ નિદાન કરી તેમની સારવાર પૂર્ણ કરવાનો છે, જેથી આ રોગને જડમૂળથી નિર્મૂલન કરી શકાય.આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply