મોરબી જિલ્લા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ફીફા ફૂટબોલનું વિતરણ કરાયું
Live TV
-
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (FIFA)ના સહયોગથી શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે સમગ્ર દેશમાં શાળાના વિદ્યાર્થીઓ માટે FIFAનો મહત્વાકાંક્ષી ફૂટબોલ ફોર સ્કૂલ્સ (F4S) કાર્યક્રમ શરૂ કર્યો છે. તે અંતર્ગત, સમગ્ર દેશની 1.50 લાખથી વધુ શાળાઓમાં તબક્કાવાર રીતે 11 લાખથી વધુ ફીફા ફૂટબોલનું વિતરણ કરવામાં આવશે. તે અંતર્ગત મોરબી જિલ્લાને ફીફા ફૂટબોલનું વિતરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે કરાયું હતું.
