Skip to main content
Settings Settings for Dark

મોરબી-ભરતપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના NHSRC વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનો એવોર્ડ પ્રદાન થયો

Live TV

X
  • મોરબીના ભરતપુરમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના NHSRC વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનો એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં  પ્રાઇવેટ દવાખાનાને પણ ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જે ભરતપુર ગામની આસપાસના 15 ગામોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.  

    ભારત સરકારની ઇન્સ્પેકશન ટીમ દ્વારા આરોગ્યકેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇને 364 મુદ્દાઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં દર્દીઓને અપાતી સેવાઓ, ઉપલબ્ધ સાધન સામગ્રી, સંસ્થાની સ્વચ્છતા વગેરે જેવા માપદંડોમાં ભરતપુરનું આરોગ્ય કેન્દ્ર અવ્વલ આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સાધાન સામગ્રી સહિત યોગ-પ્રાણાયામ માટેની સુવિધા, ઔષધિય વૃક્ષો સાથેનું હર્બલ ગાર્ડન તેમજ એક મત્સ્ય ઉછેર કેન્દ્ર પણ છે જ્યાં મચ્છરોના પોરા ભક્ષક ગપ્પી માછલીનો ઉછેર કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે થઇ રહેલી આવી ઉત્તમ કામગીરી સરકારે બિરદાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply