સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને કરી સંબોધિત
Live TV
-
રાજ્યમાં આજથી સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ સંબંધમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધન હતી. તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું હતું.
સસ્તા અનાજના દરેક દુકાનદારો અમારા માટે પરિવારના સભ્ય સમાન છે. દિવાળી દરમિયાન કાર્ડ ધારકોને કોઈ મુશ્કેલી નહી પડે. તે માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે અનાજ એસોસિયેશનના આંતરિક વિખવાદને પગલે હડતાળ થઈ છે. દુકાનદારોની તમામ માંગણીઓનો પહેલા જ રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે. હજુ પણ વાજબી માંગણી હશે તો તેનો વાતચીતથી ઉકેલ લાવવા માટે સરકાર તૈયાર છે.
