યાત્રાધામ અંબાજી મંદિર 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રહેશે સંપૂર્ણ બંધ
Live TV
-
કોરોના સંક્રમણને લીધે અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ્દ, જો કે ભક્તો ઘેરબેઠા ઓનલાઈન માં અંબાના કરી શકશે દર્શન
યાત્રાધામ અંબાજી ખાતે આવેલ જગ વિખ્યાત અંબાજી મંદિર આગામી 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લીધે આ વખતે અંબાજી ભાદરવી પૂનમનો મેળો રાજ્ય સરકારે રદ્દ કર્યો છે. આ મેળામાં દરવર્ષે 25 લાખથી વધુ માઇભક્તો પગપાળા કરીને માં અંબાના દ્વારે દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે દરવર્ષે થતી ભીડને ધ્યાને રાખીને 24 ઓગસ્ટથી શરૂ થતો અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયો છે.
જો કે ભક્તોની આસ્થાને ધ્યાને લઇ અંબાજીની આરતીનું ઓનલાઈન નિહાળી શકાશે. જેથી ભક્તો ઘરેબેઠા માં અંબાના દર્શન કરી શકે. આ ઉપરાંત મેળા દરમિયાન સંઘો દ્વારા જે ધજા મંદિરે ચઢાવાય છે તે પણ પોતાના રથ પર ચઢાવા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરાયો છે. જિલ્લા કલેકટરે આ સમગ્ર બાબતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
