યુવાનોનાં કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનો કરવામાં આવશે પ્રારંભ
Live TV
-
રાજ્યમાં યુવાનોનાં કૌશલ્ય યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે આઈઆઈએસ એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનો પ્રારંભ કરવામાં આવશે. ગુજરાત સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ ટાટા ગ્રુપ સાથે મળી અમદાવાદથી 20 કિલોમીટર દૂર નાસ્મેદ ખાતે આઈઆઈએસની સ્થાપના કરશે. ટાટા ગ્રુપની હાઈ પાવર્ડ ટીમે આ અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જેમાં એચ. એન. શ્રીનિવાસ, કાયદાકીય સલાહકાર ઉદય ખરે સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે ટાટા ગ્રુપને આ માટે 20 એકર જમીન પણ ફાળવી છે. શ્રમ અને રોજગાર વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આઈઆઈએસનો ઉદ્દેશ યુવાનોને તાલીમ આપવાનો અને ઉચ્ચ કૌશલ્ય યુક્ત ટેક્નિકલ મેનપાવરને તૈયાર કરવાનો છે. આઈઆઈએસનાં માધ્યમથી ડિફેન્સ, એરોસ્પેસ, ઓઈલ એન્ડ ગેસ સંબંધિત વેપાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ક્વૉલિટી જેવા ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવનાર કર્મચારીઓની માંગને પૂરી કરી શકાશે.
