સમગ્ર રાજ્યમાં આવનારા 3 દિવસમાં ફરીથી ઠંડી વધવાની આગાહી
Live TV
-
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુતમ તાપમાનમાં વધારો થતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પરંતુ ફરીથી ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આવનારા 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડીગ્રી સુધી ઘટી શકે છે. જેને પગલે ઠંડીનું મોજું ફરી આવી શકે છે. જોકે ત્રણ દિવસ બાદ ફરીથી લઘુત્તમ તાપમાન વધતા ગરમી અનુભવાશે તેમ હવામાન વિભાગે ઉમેર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તર પાકિસ્તાન પર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનાં લીધે સાયક્લોનીક સરક્યુલેશન ઉત્પન્ન થયું છે જેને લીધે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે.
