સુરતના વિદ્યાર્થીએ WiFiથી ચાલતી પેનડ્રાઈવ કરી તૈયાર
Live TV
-
સુરતના વિદ્યાર્થી અક્ષય વસ્તરપરાએ બનાવ્યું અનોખુ ડિવાઈસ. ડેટા અપલોડ કરવા માટે વારંવાર પેનડ્રાઈવ કાઢવા અને હાઈસ્પીડ ઈન્ટરનેટની ઝંઝટથી મુક્તિ
આજના ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ નવા સંશોધન અને રિસર્ચ કરી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. સુરતના એક વિદ્યાર્થીએ વાઈફાઈથી ચાલતી પેનડ્રાઈવ તૈયાર કરી છે..સ્કેટ કોલેજના વિદ્યાર્થી અક્ષર વસ્તરપરાએ અન્ય બે વિદ્યાર્થીઓ સાથે મળીને આ અનોખુ ડિવાઈસ તૈયાર કર્યુ છે.
આ પેનડ્રાઈવને વાઈફાઈ સાથે કનેક્ટ કરીને દેશના કોઈ પણ ખુણામાંથી ડેટાને પેનડ્રાઈવમાં અપલોડ કરી શકાય છે. જેથી ડેટા અપલોડ કરવા માટે વારંવાર પેન ડ્રાઈવ કાઢવી નહીં પડે. તેમજ ડેટા અપલોડ કરવા માટે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સ્પીડની પણ જરૂર નહીં પડે.
આ પેન ડ્રાઈવ બનાવતા તેમને 45 દિવસનો સમય લાગ્યો હતો અને 1800 રૂપિયાનો ખર્ચો થયો હતો. તેમજ પાવર બેકઅપ માટે 250 mahની બેટરી પણ આપવામાં આવી છે.
આ પેન ડ્રાઈવ બનાવનાર અક્ષય વસ્તરપરાનું કહેવુ છે કે એમ્બ્રોડરીના કામ સાથે સંકળાયેલા લોકોને મશીનમાં દરરોજ પેન ડ્રાઈવ નાખી ડિઝાઈન અપલોડ કરવાની હોય છે, પણ કારખાનામાં ઘણા કારીગરોને કોમ્પ્યુટર આવડતુ ન હોય તે માટે પેન ડ્રાઈવ કાઢીને જાતે જ ડિઝાઈન અપલોડ કરવી પડે છે. આ ઝંઝટથી મુક્તિ મળે તે માટે છેલ્લા બે મહિનાના રિસર્ચ અને સંશોધન બાદ આ અદભૂત પેનડ્રાઈવ તૈયાર કર્યુ છે. આ પેનડ્રાઈવને Maypole(મેપોલ) નામ આપવામાં આવ્યુ છે.
