Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 8મી ફેબ્રુઆરીથી શરૂ થશે કોલેજો, હોસ્ટેલ અંગે પણ એસઓપી જાહેર કરાઈ 

Live TV

X
  • રાજ્ય સરકારે 8 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરી દેવાશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતની એસઓપીના પાલન સાથે કોલેજ શરૂ કરવી પડશે.

    શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યું હતું કે, કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે  અને કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સહિત તમામ લોકોએ માસ્ક અને સેનિટાઈઝરનો ફરજિયાતપણે ઉપયોગ કરવો પડશે. 

    જ્યારે શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, અંતિમ વર્ષ અને પ્રથમ વર્ષના વર્ગ પુનઃ શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. હોસ્ટેલ અંગે પણ કોરોના નિયંત્રણની એસઓપી જાહેર કરવામાં આવી છે, જેમાં હોસ્ટેલના એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓ સાથે ન રહીં શકે તેવું જણાવવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply