Skip to main content
Settings Settings for Dark

સુરતઃ મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરુઆત કરી

Live TV

X
  • સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. નામ જાહેર થતાની સાથે જ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. નામ જાહેર થતાની સાથે જ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 120 બેઠકો પૈકી 119 બેઠકો માટેના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 

    ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ 15 સ્થળો પર ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની શરૂઆત કરી ચૂક્યા છે. સુરતમાં ભાજપ દ્વારા આ વખતે નવા અને યુવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારોએ પોતાને આપવામાં આવેલી તક મુદ્દે પાર્ટીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ 120 બેઠકો પર વિજય મેળવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply