રથયાત્રાના દિવસે અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનઃ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Live TV
-
12 જુલાઇ સવારના 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નો ડ્રોન ફ્લાય ઝોનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર કમીશ્નરે બહાર પાડ્યું છે. જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને નો ડ્રોન ફ્લાય ઝોન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં તા. 12 જુલાઇના રોજ રથયાત્રાના દિવસે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું છે. કોઇપણ પ્રકારનાં ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, પેરા મોટર, હોટએર બલુન, તેમજ પેરા જમ્પીંગ પર અમદાવાદ કમિશ્નર દ્વારા રોક લગાવવામાં આવી છે. દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ડ્રોન ટેક્નોલોજીનો ગેરલાભ ના લે તે માટે અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન કરવાનો નિર્ણય કરાયો છે. 12 જુલાઇ સવારના 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નો ડ્રોન ફ્લાય ઝોનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
