રમણલાલ પાટકરે ડાંગ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસના કામો પર ભાર મૂક્યો
Live TV
-
ડાંગ જિલ્લામાં પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લા ભવનમાં કાર્યો અને આયોજનોના મુદ્દે બેઠક રાખી હતી.
ડાંગ જિલ્લામાં પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લા ભવનમાં કાર્યો અને આયોજનોના મુદ્દે બેઠક રાખી હતી. જિલ્લામાં મોટા ચેકડેમોના કામ પૂર્ણ કરવા પર ભાર મૂકતા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે આયોજન મંડળની બેઠકમાં વિકાસના કામો કરવા પર ભાર મૂક્યો હતો અને સાથે કામોની ગુણવત્તામાં બાંધછોડ નહીં કરવા સાથે, કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
મંત્રી રમણલાલ પાટકરે વર્ષ 2018-19ના રૂપિયા 242.50 લાખના કામોની જોગવાઈ સામે રૂપિયા 616.18 લાખના કામોની પણ ચર્ચા કરી હતી. તેમણે જિલ્લાના જનપ્રતિનિધિઓને સમયાંતરે વિકાસના કામોની મુલાકાત લઈ સમીક્ષા કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.