હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રતિક એટલે અબ્બા બાપુનો ઉર્ષ મહોત્સવ
Live TV
-
હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતિક એવા દ્વારકામાં અબ્બા બાપુનો ઉર્ષ મહોત્સવ શરૂ થઇ ગયો છે.
હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતિક એવા દ્વારકામાં અબ્બા બાપુનો ઉર્ષ મહોત્સવ શરૂ થઇ ગયો છે. આ હજરત પીર સૈયદ અબ્બાનો 44મો ઉર્ષ મહોત્સવ છે. ત્રણ દિવસ ચાલતા આ ઉર્ષ મહોત્સવમાં દરગાહના દિદાર કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ ઉર્ષ મહોત્સવમાં આવનાર તમામ લોકોને શાકાહારી ભોજન પીરસવામાં આવે છે.ઉર્ષમાં ઉત્સવમાં કોઈને પણ નોનવેજ ખાઈને આવવાની મનાઈ છે. આ ઉત્સવમાં વિવિધ પ્રકારની રાઇડસ, ખાણીપીણી અને ખરીદી માટે જુદા જુદા સ્ટોલ હોવાથી હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં અહી મેળાની મોજ માણવા માટે આવે છે. પીર
અબ્બા બાપુમાં મુસ્લિમોની સાથે સાથે હિંદુઓ પણ એટલી જ શ્રદ્ધા રાખે છે. આ લોકમેળો કોમી એકતાનું ઉદાહરણ બની રહ્યો છે.