રાઇટ ટુ એજ્યુકેશનને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે
Live TV
-
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપી માહિતી
રાઇટ ટુ એજ્યુકેશનને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા, આગામી દિવસોમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાવાના છે. આજે ગુજરાત પ્રદેશ દ્વારા જીપીસીસી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું, કે 2009માં આરટીઈ અંતર્ગત કોંગ્રેસે શિક્ષણનો અધિકાર આપ્યો હતો. કોંગ્રેસ હવે જરૂરિયાતમંદ લોકોને આરટીઇના ફોર્મ બોર્ડમાંથી ભરાવવામાં મદદ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું, કે આગામી દિવસોમાં ફી નિયમનને લઇને ડીઇઓ ઓફિસનો ઘેરાવ પણ કરવામાં આવશે