Skip to main content
Settings Settings for Dark

ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે, મુખ્યમંત્રીએ ધોલેરામાં કરી જાહેરાત

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ યોજનાઓનો કરવામાં આવ્યો શિલાન્યાસ

    ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. રાજય સરકાર ધોલેરા ખાતે સ્પેશ્યિલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆઇઆર) વિકસાવી રહી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધોલેરામાં  વિવિધ યોજનાઓના શિલાન્યાસ કરવા પહોચ્યા હતા..જેમાં તેમણે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની જાહેરાત કરી હતી..વિજય રૂપાણી ધોલેરા શહેર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન માટે મહત્વપૂર્ણ એવી પાયાની બે સુવિધાઓ રૂપે કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પીપળી-ધોલેરા પાણીની પાઇપ લાઇનના પ્રોજેકટનો શિલાન્યાસ કરવામાં આવ્યો... ધોલેરાના પાંજરાપોળ મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    આ પ્રોજેકટ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ધોલેરા ખાતે જે કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાનનું શીલારોપણ કર્યુ છે તે પ્લાન્ટની ક્ષમતા ૨૦ એમ.એલ.ડી.ની છે.. જેમાં ઔદ્યોગિક વિસ્તારમાંથી બહાર પડતું અશુદ્ધ પાણી એકઠું કરીને શુદ્ધિકરણ કરાશે. આ ૨૦ એમ.એલ.ડી.ના મુખ્ય પ્લાન્ટ સાથે એક માસ્ટર બેલેન્સીંગ રિઝર્વોઇર અને ૧૪ આંતરિક ઇફલ્યુઅન્ટ પમ્પીંગ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ધોલેરા વિસ્તારમાં તૈયાર થનારા વિશ્વના સૌથી મોટા ૫૦૦૦ મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્કની જાહેરાત કરી હતી. ૧૧ હજાર હેકટરમાં ફેલાયેલા આ સોલાર પાર્ક આવનારા દિવસોમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. હાલ કર્ણાટકના પાવાગડા ખાતેનો ૨૦૦૦ મે.વોટનો સોલારપાર્ક વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ગણાય છે. તેનાથી આ પાર્ક અઢીગણો મોટો હશે. 

    ધોલેરામાં મુખ્યમંત્રીની વિવિધ જાહેરાતો

    ----------------------------------

    ધોલેરામાં નવુ એરપોર્ટ બનશે
    ધોલેરામાં રોકાણ વધારવા કરાશે પ્રયાસ
    વિશ્વના સૌથી મોટા ૫૦૦૦ મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્કની જાહેરાત
    કર્ણાટકના સોલાર પાર્ક કરતા આ પાર્ક અઢીગણો મોટો હશે
    સિંગાપૂરથી મોટુ શહેર બનશે ધોલેરા
    વૈશ્વિકકક્ષાની સુવિધાઓ ધોલેરામાં જોવા મળશે
    પીપળી-ધોલેરા પાણીની પાઇપ લાઇનથી વિસ્તારને થશે ફાયદો
    સ્માર્ટ શહેરોની સમકક્ષ ધોલેરાનું નેટવર્ક ઉભુ કરાશે
    ધોલેરાને અમદાવાદ સાથે જોડવામાં આવશે
    અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે 8 લેનનો વિકસાવાશે
    અમદાવાદ-ધોલેરા ટ્વીન સીટી તરીકે વિકાસ પામશે
    ફેક્ટરીનું ગંદુ પાણી રિસાઈકલીંગ કરવાના પ્લાન્ટનું ખાતમુહૂર્ત
    ડિફેન્સ અને એરોસ્પેસની ફેક્ટરીઓ ટૂંકમાં અહી સ્થપાશે
    મેક ઈન ઈન્ડિયા અંતર્ગત કારખાના સ્થપાતા ધોલેરાની થશે કાયાપલટ
    સ્કીલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરાઈ
    ગ્રીન ઈલેક્ટ્રીકલ સીટી બનાવવાનો સરકારનો પ્રયાસ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply