Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ માલીયાસણ પાસે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું આયોજન

Live TV

X
  • રાજકોટઃ માલીયાસણ પાસે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું આયોજન

    હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થઇ રહયો છે, પાણીનું સ્તર નીચું જઇ રહ્યું છે અને જંગલોનું પ્રમાણ પણ ઘટતું જઇ રહ્યું છે, ત્યારે લોકોને તથા બાળકોને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમ તરફ વાળવા ખાસ કરીને પર્યાવરણના સંરક્ષણમાં ભાગીદાર થવા માટે જાગૃતિ લાવવી જરૂરી છે.

    લોકોને પર્યાવરણ સંરક્ષણ તરફ વાળવા માટે રાજકોટ જિલ્લામાં નવતર પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે એ. 5 ગુંઠા સને 1991 થી 15 વર્ષના ભાડાપેટે ફળઝાડના હેતુ માટે ડો.એલ.કે.ચાવડાને ફાળવવામાં આવેલ હતી. ત્યારબાદ આ ભાડા૫ટાની મુદત પુર્ણ થતાં આ જમીન સરકારને પરત કરવામાં આવી છે. આ જમીનને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા કલેકટર, રાજકોટના અધ્યક્ષસ્થાને મહેસુલ, ફોરેસ્ટ, બાગાયત તથા માર્ગ અને મકાન ખાતાઓની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કેન્દ્ર નેશનલ હાઈવેથી 500 મીટરના અંતરે આવેલ છે. આ સાથે જમીનની આજુબાજુમા આવેલ અંદાજીત એ.1.0 ગુંઠા સરકારી જમીન ભેળવી રૂ. 50 લાખના ખર્ચે આ કેન્દ્ર વિકસાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રને માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ(MaNEC) માણેક નામ આપવામાં આવ્યું છે.

    આ જમીન પર આંબા, ખારેક, નાળીયેરી, જામફળ, લીંબુ, ચીંકુ, પપૈયા, દાડમ, સીતાફળ, ગુંદા, સફેદ જાંબુ, રાયણ, સરગવો વગેરે સહિત કુલ60 પ્રકારના અંદાજીત 1200 જેટલા ફળઝાડોનો ઉછેર કરવામાં આવ્યો છે. તેને નજીક આવેલ એક તળાવ તથા ચેકડેમની મદદથી આ જમીનની પીયત કરવામાં આવશે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર શરૂ થતા રાજકોટ જિલ્લાના ગ્રીન કવરમાં પણ વધારો થશે તેમજ બાળકો અને સર્વે નગરજનો ને પ્રકૃતિને વધુ નજીકથી સમજવાની તેમજ માણવાની તક મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply