સુઇગામ ખાતે નેતાજી સુભાષ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય BSF બુટ કેમ્પ શરૂ કરાયો
Live TV
-
સુઇગામ ખાતે નેતાજી સુભાષ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય BSF બુટ કેમ્પ શરૂ કરાયો
નેતાજી સુભાષ ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, દિલ્હીના 20 વિદ્યાર્થીઓ માટે 26-07-2024 ના રોજ 3 દિવસીય BSF બુટ કેમ્પ સુઇગામ ખાતે 28-07-2024 સુધી શરૂ કરવામાં આવ્યો. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને @BSF_India ના જીવન અને કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. જેમાં સૈનિક કુશળતા, શસ્ત્રો પર વ્યવહારુ તાલીમ, SVL સાધનો, અવરોધો દૂર કરવા, UAC અને શારીરિક તાલીમ, નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા અને દેશભક્તિની ભાવના કેળવવાની તકો પણ આપવામાં અને તેના વિશે જણાવવામાં આવશે.
ભારત સરકારના #VibrantVillages પ્રોગ્રામ હેઠળ @GujaratTourism ના સહયોગથી #BSFBootCamp ના 6ઠ્ઠા તબક્કાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કમાન્ડન્ટ, 123 Bn BSF દ્વારા સહભાગીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને બૂટ કેમ્પનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો અને BSFની ભૂમિકા અને ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી હતી.
