Skip to main content
Settings Settings for Dark

રાજકોટના આજી ડેમમાં ઠલવાયા નર્મદાના નીર

Live TV

X
  • પાઇપનો વાલ્વ ટુટતા બંધ કરાયું હતું પાણી પરંતુ રીપેર થતા પાણી આપવાનું કરાયું શરૂ.

    રાજકોટની જીવાદોરી સમા આજી ડેમમાં ફરી એક વખત સૌની યોજના મારફત નર્મદાના નીર આપવાનું શરૂ કરી દેવાતા રાજકોટની જનતાને પીવાના પાણીની તકલીફ નહીં પડે, તેવો દાવો મનપા દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટને પાણી પુરૂ પાડતા ત્રણ સ્થાનિક જળાશયોમાં આજીડેમમાં 22 ફૂટ પાણી, ન્યારી-1 ડેમમાં બાર ફૂટ પાણી તથા ભાદર ડેમમાં 18 ફૂટ પાણી છે. વચ્ચે રાજકોટ તાલુકાના સૂર્યા રામપર ગામે સૌની યોજનાની પાઇપ લાઇનમાં વાલ્વમાં ભંગાણ સર્જાયું હતું. તે વખતે નર્મદાના પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. પણ ત્રણ દિવસની જહેમત બાદ વાલ્વ રીપેર થઇ જતાં ફરીથી નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે શહેરીજનોને પાણીની તકલીફ નહીં પડે તેવો વિશ્વાસ રાજકોટ મનપાના મેયરે આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply