Skip to main content
Settings Settings for Dark

રાજકોટના એન્જીનીઅરીંગના વિદ્યાર્થીઓએ પેટ્રોલના વધતા ભાવને ધ્યાને લઇ કરી નવી શોધ !

Live TV

X
  • રાજકોટના એન્જીનીઅરીંગના ત્રણ વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને વીજળી બન્નેથી ચાલી શકે તેવું બાઈક બનાવ્યું

    રાજકોટના એન્જીનીઅરીંગના ત્રણ વિદ્યાર્થીઓએ, પેટ્રોલ અને વીજળી બન્નેથી ચાલી શકશે તેવું બાઈક બનાવ્યું, માત્ર 28,000માં જુના બાઈકને હાઈબ્રિડ કરી શકાશે એક વખત ચાર્જ થયા બાદ 40 કિ.મી.ની રેન્જ આપે છે. સતત વધતા પેટ્રોલ–ડીઝલનાં ભાવથી લોકો પરેશાન છે ત્યારે રાજકોટના યુવાનોએ ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બન્નેથી ચાલી શકે તેવું બાઇક બનાવી નવી શોધ કરી છે. રાજકોટની વી.વી.પી. એન્જીનીઅરીંગ કોલેજના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ શોધી કાઢયો છે. વી.વી.પી. મીકેનીકલના વિદ્યાર્થી પંડ્યા રૂચિત, માકડીયા નિર્મલ અને ઝાલા સતીશએ પ્રાધ્યાપક હાર્દિક ખૂંટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ અને ઈલેકટ્રીસીટી બન્નેથી ચાલતા હાઈબ્રીડ ટુ-વ્હીલર Hy-1ની રચના કરી છે. વિદેશી વસ્તુઓના આર્થિક લોભ, મોહ અને આકર્ષણથી છૂટવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહન મુજબ ભારતને "આત્મનિર્ભર ભારત" બનાવવા સ્વદેશી વસ્તુઓ અને "વોકલ ફોર લોકલ" ને પ્રાધાન્ય આપવા ઉત્કૃષ્ટ ગુણવતા સાથે સૌને પરવડે એવી કિંમતમાં પ્રોડકટ બનાવવી જરૂરી છે, જેને વી.વી.પી. મીકેનીકલ વિભાગના વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
apply