સાબરકાંઠા પોલીસે આધુનિક સર્વેલેન્સ થકી ગણતરીના કલાકોમાં અપહરણના આરોપીઓને ઝડપ્યા
Live TV
-
સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકામાં વીમા એજન્ટ તરીકે કામ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાએ સહિત પાંચ લોકોએ અપહ્યત પાસેથી પૈસા પડાવવા માટે થઈને સાત આરોપીઓએ ષડયંત્ર ગોઢવી અપહરણ કર્યું હતું જોકે જિલ્લા પોલીસે અલગ અલગ છ જેટલી ટિમો બનાવી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી ઇડર વિભાગ, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ એમ વિવિધ ટીમો બનાવી અપહ્યત ને છોડાવવા અને આરોપીઓ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
અપહરણ કર્યા બાદ આરોપીઓ અપહ્યતને મહેસાણા ના ખેરાલુ લઈ ગયા હતા તેમજ અપહરણ કરનારે આધેડના પરિવાર પાસે રૂપિયા 40 લાખની ખંડનીની માગ કરી હતી જોકે આધેડના પુત્રએ વડાલી પોલીસ મથકે જાણ કરતાં જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી ગણતરીના કલાકોમાંજ આરોપીઓ ઝડપી લીધા છે.અપહરણ દરમિયાન આધેડ સાથે બાઇક પર સવાર યુવક પણ અપહરણમાં શામેલ હોવાનું બહાર આવ્યું હતું.અપહરણ કારોએ આધેડને મહેસાણાના ખેરાલુ પાસેના ડાલીસણા ગામની સીમમાં આવેલ ઓરડીમાં ગાંધી રાખ્યા હતા જ્યાંથી પોલીસે અપહ્યત આધેડને છોડાવ્યો હતો.જિલ્લા પોલીસે અલગ અલગ છ જેટલી ટિમો બનાવી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ કાવતરું ઘડનાર સાત આરોપીઓ પૈકીના મહિલા આરોપી સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
