માછીમારી પ્રતિબંધને પહેલી સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવ્યો
Live TV
-
રાજ્યના વિવિધ માછીમારોનાં એસોસિએશન અને મંડળીઓની રજૂઆત ફળી છે. માછીમારી પ્રતિબંધને લંબાવવામાં આવતા હવે 1 ઓગસ્ટની જગ્યાએ પહેલી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાતા માછીમાર સમાજમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે..ચાલુ વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાથી થયેલ ઋતુચક્રના ફેરફારને લઈને રાજ્યના વિવિધ મંડળો અને માછીમારી એસોસિએશનની રજૂઆત હતી કે 1 સપ્ટેમ્બર 2021 પહેલા દરિયો તોફાની રહેતા માછીમારોને માછીમારી કરવી હિતાવહ નથી. તેમજ આ સમયમાં દરિયામાં પણ કરંટ રહેતો હોવાથી હવામાન વિભાગની આગાહી મુજબ વારંવાર દરિયામાંથી પરત આવવું પડતું હોય છે જેથી માછીમારી શરૂ કરવાનો સમય 1 સપ્ટેમ્બર સુધી લંબાવાય.. માછીમારોની આ રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારીનાં પ્રતિબંધને અક મહિનો લંબાવવામાં આવ્યો છે.. જેનાથી અનેક માછીમારોનો સમય અને ડીઝલની બચત સહિતના અનેક ફાયદાઓ થશે.
