Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓએ રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક

Live TV

X
  • ગુજરાત રાજ્યએ ફરી એક વાર અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. કારણ કે, ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓએ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ રેટિંગ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સફળતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ તમામ વીજ કંપનીઓના અધિકારીઓ  અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ, આ અંગે જણાવ્યું હતું કે, ઉર્જા ઉત્પાદન અને ઉર્જા વિતર ક્ષેત્રે,  રાજ્ય સરકારે કરેલી કામગીરીના કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે. રાજ્ય સરકારના પાવર રિફોર્મ્સ માટે લીધેલા પગલાઓના કારણે ગુજરાતની ચારેય કંપનીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ઉર્જા મંત્રાલયે 22 રાજ્યોની 41 વીજ કંપનીઓને રેટિંગ આપ્યું હતું. જેમાં રાજ્યની ચારેય વીજ કંપનીઓએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply