રાજકોટમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારી
Live TV
-
રાજકોટમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારી
રાજકોટમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પહેલા ગઈકાલે કળયાત્રા યોજવામાં આવી હતી. 07 જુલાઈના ભગવાન જગન્નાથ વાજતે ગાજવે નગરચર્યાએ નીકળશે. 22 કિલોમીટરની રથયાત્રામાં વિવિધ ઝાંખીના દર્શન થશે.
રથયાત્રા અંગે કૈલાસધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસજીએ કહ્યું હતું કે, આ વર્ષે પૂજનવિધિ, નેત્રોત્સવ, ધ્વજારોહણ અને અભિષેકનો લાભ લેવા માટે યજમાનો વચ્ચે બોલી બોલાશે. આ વખતે 56 ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કૈલાસધામ આશ્રમેથી રથયાત્રા શરૂ થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે ભગવાન જગન્નાથજી મંદિરે પરત ફરશે. રથયાત્રામાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. રથયાત્રા દરમિયાન અંદાજે 200 કિલો મગનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવશે.
