રાજકોટમાં મોંઘા ફોન ઓનલાઇન વેચી છેતરપિંડી કરતા વિદ્યાર્થીને સાઇબર ક્રાઇમે ઝડપ્યા
Live TV
-
દિવાળી પહેલા ઓનલાઇન શોપિંગ કરતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે રાજકોટમાં મોંઘા ફોન ઓનલાઇન વેચી છેતરપિંડી કરતા વિદ્યાર્થીને ઝડપી પડતી સાઇબર ક્રાઇમ
રાજકોટમાં મોંઘાદાટ ફોન ઓનલાઈન વેચીને છેતરપિંડી કરનારા વિદ્યાર્થીઓને રાજકોટ સાયબર ક્રાઇમ શાખાએ ઝડપી પાડ્યા છે. તેઓ વિવિધ એપ્લિકેશન ની મદદથી ઓનલાઈન ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચવાની જાહેરાત કરીને લોકોને ખરીદી માટે લલચાવીને એડવાન્સ પેમેન્ટ બેન્ક એકાઉન્ટમાં નખાવી છેતર પિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં કચ્છ મુન્દ્રા ખાતેના બે રહીશને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસને ફરિયાદ મળી હતી કે ઇન્સ્ટાગ્રામ પર કસ્ટમ મોબાઈલ વર્લ્ડ નામનું પેઈજ બનાવી ઓનલાઈન સસ્તા ઇલેક્ટ્રિક ઉપકરણો વેચવાના નામે છેતરપિંડી થઇ રહી છે. ફરિયાદ મળતાં સાયબર ક્રાઇમ શાખા કામે લાગી હતી અને અંતે બને આરોપીને ઝડપી લીધા હતા. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે.