રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત
Live TV
-
રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં છે. આ અકસ્માતમાં 3નાં મોત થયા છે. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જોત જોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું હતું.
આ અકસ્માતમાં 3ના મોત જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા થઈ છે. આ અકસ્માત મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
બસે 7થી 8 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થઈ ગયા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ગાંધીગ્રામ, યુનિવર્સીટી, માલવિયા, ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસ તથા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.