રાજ્ય સરકાર તરફથી સોમનાથ-નડાબેટ-વડનગર માટે એસી વોલ્વો ટૂર પેકેજની જાહેરાત
Live TV
-
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ મુજબ હવે ગુજરાતના પ્રવાસીઓ માટે આરામદાયક અને અફોર્ડેબલ ટૂર પેકેજોની ખાસ વ્યવસ્થા કરાઈ છે.
પ્રવાસન વિભાગના મંત્રી મૂળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ, GSRTC અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આ વિશેષ પેકેજ શરૂ થનાર છે.
Anchor VO:
સોમનાથ દર્શન ટુર પેકેજ
તા. 28 એપ્રિલ 2024થી અમદાવાદના રાણીપ બસ સ્ટેન્ડ પરથી એ.સી. વોલ્વો બસ દ્વારા સવારે 6 વાગ્યે રવાના થઇ, બપોરે 4 વાગ્યે સોમનાથ પહોંચશે. બે દિવસ અને એક રાત્રિનું પેકેજ — રૂ. 4,000 (સિંગલ શેરિંગ) અને રૂ. 7,050 (ડબલ શેરિંગ હોટેલ સહિત).નડાબેટ, વડનગર અને મોઢેરા ટૂર પેકેજ
તા. 26 એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે.-
નડાબેટ સીમા દર્શન:
પ્રતિ વ્યક્તિ ભાડું રૂ.1800.
-
વડનગર-મોઢેરા સૂર્યમંદિર પેકેજ:
-
પ્રતિ વ્યક્તિ ભાડું — રૂ. 1,100
તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોની મુલાકાત.
ટૂરમાં ભોજન તથા અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસી પોતે ભોગવવાનો રહેશે. ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.in પર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે.
-