Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં સ્ક્રેચકાર્ડના નામે ખેડૂતોને લૂંટતી ગેંગ ઝડપાઈ: 5 શખ્સોની ધરપકડ

Live TV

X
  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સ્ક્રેચકાર્ડના નામે છેતરપિંડી કરતા એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઈકો કારમાં ફરીને ખાસ કરીને અભણ અને વૃદ્ધ ખેડૂતોને ટાર્ગેટ કરતી આ ગેંગના 5 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે.

    આરોપીઓ ખેડૂતોને લોભામણી સ્ક્રેચકાર્ડ સ્કીમ બતાવી મોટી ઈનામી લાલચ આપતા હતા. એક ખેડૂત પાસેથી 15થી 20 હજાર રૂપિયા પડાવી લઈ, બદલામાં માત્ર 1,500 રૂપિયા જેવી સામાન્ય ભેટ આપીને રફુચક્કર થઈ જતા હતા.પકડાયેલા આરોપીઓમાં રમેશ ચાવડીયા, રૂપાભાઈ ચાવડીયા, હિતેશ ચાવડીયા, હિન્દુભાઈ વરુ અને ગોવિંદ ચાવડીયાનો સમાવેશ થાય છે.ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ DCPએ લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ લોભામણી સ્કીમ કે લાલચમાં આવવું નહીં અને અજાણ્યા વ્યક્તિઓને નાણાં ચૂકવવા નહીં.પોલીસે આ ગેંગની ઈકો કાર અને અન્ય પુરાવાઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગે કેટલા ખેડૂતોને શિકાર બનાવ્યા છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply