રાજકોટમાં CMના હસ્તે 565.76 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
Live TV
-
રાજકોટ શહેરમાં અંદાજિત રૂ 250 કરોડના ખર્ચે પાંચ નવા ઓવરબ્રિજ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી
રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રૂડા ,અને રાજકોટ શહેર પોલીસ તેમજ PGVCL ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમોમાં, મુખ્યમંત્રીના હસ્તે અંદાજીત રૂપિયા 565.76 કરોડના વિવિધ વિકાસ કામોનું, ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં શહેરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થાય તે માટે , રાજકોટ શહેરમાં અંદાજિત રૂ 250 કરોડના ખર્ચે પાંચ નવા ઓવરબ્રિજ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં બનતા ગુનાઓ અટકે અને ગુનેગારો ઝડપથી પકડાય તે માટે , શહેરને સીસીટીવી કેમેરાથી સજજ બનાવવામાં આવ્યું છે. સાથે જ નવું Green Field એરપોર્ટ, નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઉપરાંત , જિલ્લાના વિકાસને વેગ મળે તે માટે ,ખીરસરા ખાતે અદ્યતન GIDC નું કાર્ય પણ હાથ ધરવામાં આવનાર છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે આધુનિક રાજકોટના સર્વાંગી વિકાસ માટે સરકાર તત્પર છે
