રાજકોટમાં CM વિજય રૂપાણીના હસ્તે અદ્યતન બસપોર્ટનું ઉદ્ઘાટન
Live TV
-
નવનિર્મિત બસપોર્ટમાં, મુસાફરોની સુવિધા માટે ડિજિટલ ડિસ્પ્લે, સીસીટીવી કેમેરા, અદ્યતન વેઈટિંગ રૂમ, લગેજ ટ્રોલી, બે માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે, રાજકોટ ખાતે 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું , અદ્યતન બસપોર્ટનું ઉદ્ધાટન કરવામા આવ્યું. આ બસપોર્ટમાં Mall મલ્ટીપ્લેકસ સાથે ,રેસ્ટોરન્ટની સુવિધાથી સજ્જ છે. ઉપરાંત નવનિર્મિત બસપોર્ટમાં, મુસાફરોની સુવિધા માટે ડિજિટલ ડિસ્પ્લે, સીસીટીવી કેમેરા, અદ્યતન વેઈટિંગ રૂમ, લગેજ ટ્રોલી, બે માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા, ઊભી કરવામાં આવી છે. આ બસપોર્ટ પર 20 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જ્યાં દરેક બસની આવવા જવાની માહિતી, ડિજિટલ રૂપે મૂકવામાં આવશે. બે માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ 1000 થી વધુ બાઈક અને 300 થી વધુ કાર પાર્કની ક્ષમતા ઘરાવે છે. ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ બસપોર્ટ, સેન્ટ્રલી એરકન્ડીનરથી સજ્જ છે
