Skip to main content
Settings Settings for Dark

રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં હસ્તે સૌરાષ્ટ્ર બુક ફેરનું ઉદઘાટન

Live TV

X
  • પ્રજાસત્તાક દિવસ પૂર્વે રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ "સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટ્રેચર ફેસ્ટિવલ" નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે કથાકાર રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ બુક ફેર 'વાંચે ગુજરાત' અભિયાનને વેગવંતુ બનાવશે. આજથી શરૂ થયેલ બુક ફેર 29 જાન્યુઆરી સુધી ચાલશે,જેમાં પુસ્તક ખરીદનારને 20 થી 80% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી આજે રાજકોટ મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. એ પછી તેઓ યુવા સંમેલન અને મહિલા સંમેલનમાં હાજરી આપશે. રાજકોટમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ કર્યા પછી શાસ્ત્રી મેદાનમાં હસ્તકલા પર્વ 2020નું ઉદઘાટન કરશે. સાજે સાડા પાંચ વાગે તેઓ રાજકોટના બહુમાળી ભવન ખાતે, "ટેબ્લો ફ્લેગ ઓફ " અને માધવરાય સિંધીયા ક્રિકેટ મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply