રાજકોટ એરપોર્ટમાં નોકરી મેળવવાની લાલચે બે યુવાનો છેતરાયાં, નકલી ઑફર લેટર પણ અપાયો
Live TV
-
રાજકોટ એરપોર્ટમાં નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટમાં એરપોર્ટમાં નોકરી અપાવવાની બાબતે છેતરપિંડીની ઘટના બની છે. રાજકોટ એરપોર્ટમાં નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. બે યુવાનો પાસેથી તગડી રકમ પડાવીને તેમને રાજકોટ એરપોર્ટમાં નોકરી મળી હોવાનો નકલી ઓફર લેટર આપવામાં આવ્યો હતો.
આ યુવાનો જ્યારે ઓફર લેટર લઇને એરપોર્ટ પહોંચ્યાં તો આ પ્રકારની કોઇ પોસ્ટ ન હોવાનો અને નવી કોઇ ભરતી થઈ હોવાનો એરપોર્ટ ઑથોરિટીએ ઈન્કાર કર્યો હતો. એરપોર્ટ ઑથોરિટીએ ઓફર લેટર ફેક હોવાનો ખુલાસો કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. છેતરપિંડીનો ભોગ બનનાર યુવાનોએ બાદમાં ફરિયાદ કરતા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
