રાજકોટ: કોવિડ હોસ્પિટલની આસપાસનાં વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા
Live TV
-
રાજકોટ જિલ્લામાં અને શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણના કેસને ધ્યાનમાં રાખીને તંત્ર વધુ સતર્ક બન્યું છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે.
કોવિડ હોસ્પિટલની આસપાસનાં વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. અહીં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ,ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
