રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૬૫ માં જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ અભિવાદન સમારંભ યોજાયો
Live TV
-
રાજકોટ સ્વામીનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૬૫ માં જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ અભિવાદન સમારંભ યોજાયો હતો. મહાપૂજા, રક્તદાન, વૃક્ષારોપણની સાથે વિશિષ્ટ અભિવાદન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણી, રાજકોટના મેયર, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડતાલ, ગઢડા અને જૂનાગઢના સ્વામીનારાયણ સંપ્રદાયીના વરિષ્ઠ સંતો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
