Skip to main content
Settings Settings for Dark

રાજકોટ : ચૂંટણીના મહાપર્વમાં બહોળી સંખ્યામાં લોકો જોડાય તે માટે વહીવટ તંત્ર દ્વારા ઘરે ઘરે આમંત્રણ પત્રિકાનું વિતરણ

Live TV

X
  • લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત દેશના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, જે અન્વયે 68 રાજકોટ વિધાનસભા મતવિસ્તાર ભાગ નંબર-243 ન્યુ સાગર સોસાયટી વિસ્તારમાં અને ભાગ નંબર 177 - ભારત નગર મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આગામી 7 મે ના રોજ વધુને વધુ લોકો મતદાન કરવા સહભાગી બને તે માટે સોસાયટીના રહેવાસીઓને મતદાનના મહત્વ વિશે સમજાવાયું હતુ. 

    પુરુષ મતદાતાઓ અને સ્ત્રી મતદાતાઓ બંને સમાન રીતે દેશના મહાપર્વમાં જોડાય તે માટે સ્ત્રી મતદાતાઓને મતદાન કરવા અપીલ કરાઇ હતી. આ મતવિસ્તારના સંબધિત ઝોનલ ઓફીસર અને બુથ લેવલ ઓફિસરઓએ ઘરે ઘરે જઈને મતદાનની આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કર્યું હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply