Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ખેડૂત સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું

Live TV

X
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બુલેન ટ્રેન પ્રોજેક્ટને લઈ જમીન અંગે મુશ્કેલીઓ આવી હતી

    નવસારી શહેરમાં સુરત તથા નવસારી જિલ્લાના ખેડૂતોનું સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું.  આ ખેડૂત સ્નેહમિલન સંમેલનમાં નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનના બદલામાં મળેલું વળતરની વાત કેન્દ્રમાં રાખીને ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.

    દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત અને વલસાડ સહિતના બાગાયતી ખેતરમાંથી પસાર થયેલી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં પ્રથમ તબકકામાં ખેડૂતોને વળતર અંગે મૂંઝવણ થઈ હતી. જેને પગલે સી આર પાટીલે ખેડૂતોને રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીન ગડકરીને કરતાં મુશકેલીનો સિખડ અંત આવ્યો હતો. ત્યાર બાદ ખેડૂતોને યોગી વળતર મળ્યું હતું. જેને લઈને નવસારી શહેરમાં ખેડુત સમન્વય સમિતિ સુરત તથા નવસારી જિલ્લાના ખેડૂતોનું સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું. 

    નવસારી લોકસભામાં ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવસારી સંસાદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યુ હતું કે નવસારી અને સૂરત જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનના બદલામાં મળેલું વળતરની વાત કેન્દ્રમાં રાખવા, ભારત સરકારની કલ્યાણ કારી યોજના અને ખેડૂતોની વિવિધ યોજના સાથે નવસારી સહીત દક્ષિણ ગુજરાતના વિકાસ કામો અર્થે માહીતગાર કરી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપા અગ્રણીઓ સાથે ખેડૂતો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply