Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: ચોકલેટના ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા,એક્સપાયરી ડેટ ધરાવતો 700 કિલો જથ્થો જપ્ત

Live TV

X
  • રાજકોટમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક કૌભાંડનો આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો છે.

    શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી ચોકલેટ અને પેપ્સીનું વેચાણ કરતા વેપારીના ગોડાઉન પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, લખનભાઈ પોપટ નામના વેપારી પોપટપરા, રેલનગર, ભગવતીપરા, ગંજીવાડા અને મોરબી રોડ જકાતનાકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનાથી એક્સપાયરી ડેટવાળી ચોકલેટનું વેચાણ કરતા હતા. આ ચોકલેટ છ મહિનાથી લઈને એક વર્ષ સુધી જૂની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ વેપારી અગાઉ સેલ્સમેન તરીકે કામ કરતો હતો અને અત્યાર સુધીમાં અંદાજે 700 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો બજારમાં ખપાવી દીધો હોવાનું સામે આવ્યું છે.બાળકોના આરોગ્ય સાથે કોઈ દુર્ઘટના બને તે પહેલાં જ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને આ જથ્થાને ઝડપી પાડ્યો હતો. વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા તમામ અખાદ્ય જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે.તંત્ર દ્વારા આ અંગે વધુ કડક પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે:વેપારી પાસેથી ખાદ્ય ચીજોના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે.નમૂનાઓનું પરિણામ 'નાપાસ' આવશે તો વેપારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.વેપારીને નોટિસ ફટકારીને દંડ (પેનલ્ટી) વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ ઘટના બાદ વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગે સઘન તપાસના આદેશ આપ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply