Skip to main content
Settings Settings for Dark

બારડોલીમાં ભયાનક અકસ્માત: બે સરકારી બસ વચ્ચે ધડાકાભેર ટક્કર બાદ ભીષણ આગ, 5 થી વધુના મોત

Live TV

X
  • સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક હાઈવે પર આજે એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

    એક ટેન્કર પલટી મારતા તેને બચાવવા જતાં મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી બસો સામસામે અથડાતા 5 થી વધુ મુસાફરોના કરૂણ મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.ઘટનાક્રમ મુજબ, હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ ટેન્કર સાથે અથડામણ ટાળવા જતાં પાછળથી આવતી એક સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જઈને સામેથી આવતી અન્ય એક સરકારી બસ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બસ પલટી ગઈ હતી.

    દુર્ભાગ્યવશ, આ પૈકીની એક બસ CNG સંચાલિત હોવાથી ટક્કર બાદ તરત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, બારડોલી ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.ગંભીર રીતે ઘાયલ અને દાઝી ગયેલા તમામ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.અકસ્માતને પગલે હાઈવે પર સર્જાયેલા ભારે ટ્રાફિકજામને દૂર કરવા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરવામાં આવી છે.વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply