રાજપૂત સંગઠનોએ બંધનું એલાન પાછું ખેંચી લીધું, ગૃહરાજ્યમંત્રીએ શાંતિ જાળવવા કરી અપીલ
Live TV
-
સુરક્ષા જાળવવા માટે બીએસએફની ૬ કંપનીઓ અને રેપિડ એક્શન ફોર્સની નવ કંપનીઓને તૈનાત
પદ્માવતના વિરોધમાં થયેલી તોડફોડ અને આગચંપી બાદ ફિલ્મના વિરોધ પર ઉતરેલા રાજપૂત સંગઠનોએ બંધનું એલાન પાછું ખેંચી લીધું છે. જેના પગલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ રાજપૂત સંગઠનોનો આભાર માન્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ નાગરિકોને શાંતિ જાળવવા અને વિકાસની ગતિમાં અવરોધ ન બનવા અપીલ કરી છે. ૨૫ જાન્યુઆરીએ રાજ્યમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને ,માટે તંત્ર સજાગ બન્યું છે. સુરક્ષા જાળવવા માટે બીએસએફની ૬ કંપનીઓ અને રેપિડ એક્શન ફોર્સની નવ કંપનીઓને તૈનાત કરવામાં આવી છે..પદમાવત ફિલ્મને લઇને , દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આવો જ કંઇક શાંતિપૂર્ણ વિરોધ , રાજકોટ શહેરમાં પણ જોવા મળ્યો. રાજકોટમાં પદમાવત સંઘર્ષ સમિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજના લોકો જોડાયા હતા. પદમાવત સંઘર્ષ સમિતના નેજા હેઠળ , રાજપૂત સમાજની મહિલાઓએ એકત્રિત થઇ , પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું , કે આ ફિલ્મ રિલિઝ ન થવી જોઇએ. તેમણે લોકોને આ ફિલ્મ ન જોવા, અનુરોધ કર્યો હતો