રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રિય પરિષદ યોજાઇ
Live TV
-
આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ સહિત 4 હજાર જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઈન્ડિયાના વિદ્યાર્થી કૌશલ્ય સંવર્ધન બોર્ડ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે અમદાવાદમાં શુભારંભ કરાવ્યો. પશ્ચિમ ભારતીય CA સ્ટુડન્ટ્સ એસોસિએશનની અમદાવાદ શાખાના યજમાનપદે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ સહિત ૪,૦૦૦ જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે ભારતના યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને રાષ્ટ્રની વિકાસયાત્રામાં વિશેષ યોગદાન આપવાની તક મળી છે તે તેમનું સદભાગ્ય છે. CA ભણતા વિદ્યાર્થીઓ કારકિર્દીમાં સફળ થાય અને સરકાર તથા ઉદ્યોગ-વ્યવસાયકારો વચ્ચે સેતુ બનીને રાષ્ટ્રહિતમાં પોતાની વ્યવસાયિક સેવાઓ આપી વિકસિત ભારત નિર્માણ માટે વિશેષ યોગદાન આપવા તેમણે અપીલ કરી હતી.