મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ અમદાવાદ ફલાવર શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે
Live TV
-
શનિવારે સવારે 10 વાગ્યે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ ફલાવર શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે 10 વાગ્યે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ ફલાવર શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફલાવર શો, આવતીકાલથી 15 મી જાન્યુઆરી સુધી યોજાશે. તેમાં સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ અપાશે. આ વખતે સૌપ્રથમવાર ફલાવર શોમાં 15 લાખથી વધુ ફૂલછોડ જોવા મળશે. આ ઉપરાંત સાત લાખ છોડથી બનાવેલું 800 મીટર લાંબુ ફલાવર સ્ટ્રકચર, મોઢેરાનું સૂર્યમંદિર, નવું સંસદભવન, ચંદ્રયાન જેવી થીમ ઉપર કરાયેલા ફૂલના શણગાર ફલાવર શોના મુખ્ય આકર્ષણો રહેશે.
30 નવેમ્બરથી યોજાનાર ફલાવર શોના ઉદ્ઘાટન પ્રસંગે રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
