GSSSB વર્ગ-3ની 5 હજાર જગ્યા પર ભરતી, 8 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા
Live TV
-
8 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા શરૂ થશે. જે 11 જિલ્લાના સેન્ટર પર દરરોજ 50 હજાર ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉત્તરાયણ પહેલા વર્ગ -3ની નવી અંદાજે પાંચ હજાર જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવશે. તો 8 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા શરૂ થશે. જે 11 જિલ્લાના સેન્ટર પર દરરોજ 50 હજાર ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.
બીટ ગાર્ડની પરીક્ષામાં સૌ પ્રથમ વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE ટેસ્ટ આટલા મોટા પાયે લેવામાં આવશે. જેમાં એક દિવાસમાં 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ આશરે પરીક્ષા આપશે. આ પરીક્ષા વિવિધ જિલ્લામાં સેન્ટરો ફાળવવામાં આવશે ત્યાં લેવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
