રાજયભરમાં મેધરાજાની મહેર, 32 જિલ્લાના 233 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ
Live TV
-
ઉકાઈ ડેમની સપાટી છેલ્લા 24 કલાકમાં બે ફૂટ વધીને 302 ફૂટ પહોંચી.
બીજા રાઉન્ડમાં પણ રાજ્યભરમાં સારી મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 233 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના કપડવંજમાં સૌથી વધુ છ ઈંચ, જ્યારે પંચમહાલના ગોધરા તાલુકામાં સાડા પાંચ ઈંચ, માતરમાં પાંચ ઈંચ, જ્યારે સોજિત્રા, કલોલ, સાણંદ, શહેરા, સાયલા, અમદાવાદ, જેતપુર, પાવી, બાલાસિનોર અને માલપુરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં અંદાજે ચાર ફૂટ વધીને 113.63 મીટર પહોંચી છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી છેલ્લા 24 કલાકમાં બે ફૂટ વધીને 302 ફૂટ પહોંચી છે.