Skip to main content
Settings Settings for Dark

રાજયમાં વરસાદના બીજા રાઉન્ડ શરૂ થતા ખડૂતોમાં ફેલાઇ ખુશીની લાગણી

Live TV

X
  • રાજયની મોટા ભાગની નદી-નાળાઓમાં આવ્યા બીજી વખત નીર.

    વરસાદની પુનઃ પધરામણી થતા ખેતીને જીવતદાન મળ્યું છે. મહિસાગર જિલ્લામાં વરસાદ થતાં વાવેતરને જીવતદાન મળ્યું છે. અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. લાઠી, ચલાલા. ધારી, લિલિયા. સાવરકુંડલા વડીયા. બગસરા તેમજ રાજુલા જાફરાબાદમા 1 થી ડોઢ ઇંચ વરસાદ પડી જતા, જગતનો તાત ખૂશ જોવા મળી રહયો છે. જ્યારે ગીર વિસ્તારમાં વરસાદના અહેવાલ મળી રહ્યા છે. ગીરનું જંગલ હરીયાળી ચાદરમાં લપેટાઈ ગયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નવસારીમાથી પસાર થતી પુર્ણા નદીમા ધોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે, શહેરના નદી કાઠાં વિસ્તારોમા પાણી ભરાવાના બનાવો બન્યા હતા. પુરના પાણી રેલ્વે સ્ટેશનના ગરનાળામા ફરી વળતા, ગરનાળુ બંધ થઈ ગયુ હતુ. જેમાથી પસાર થઈ રહેલી એસટી બસ પાણીના કારણે બંધ પડી ગઈ હતી. નદી કાઠાંમા ચરવા ગયેલી 30 થી વધુ ભેસ અને 2 યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક લોકોએ બચાવ્યા હતા. જો કે, પૂર્ણા નદીમાં પાણી ઓસરી ગયા છે. અરવલ્લી જીલ્લાના મોડાસામાં વીજળી પડવાથી એક વ્યક્તિ અને બે પશુઓના મોત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply