સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકમાં 10 થી 12 ઘણો વધારો થયો
Live TV
-
નર્મદા ડેમ ની જળ સપાટી 114 મીટર ની નજીક પહોંચી
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડતા સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણી ની આવકમાં 10 થી 12 ઘણો વધારો થઈ રહ્યો છે જેના કારણે નર્મદા ડેમ ની જળ સપાટી 114 મીટર ની નજીક પહોંચી છે.સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત રાજ્યની જીવાદોરી છે ત્યારે આ વખતે મધ્યપદેશ માં ચોમાસુ નબળું હોવાના કારણે નર્મદા ડેમ ની જળ સપાટી ભર ચોમાસાએ ઘટતી હતી પરંતુ છેલ્લા બે દિવસ માં નર્મદા ડેમ ના કેચમેન્ટ વિસ્તાર મધ્યપ્રદેશ માં 5 થી 8 ઈંચ જેટલો ભારે વરસાદ પડતા નર્મદા ડેમ ની જળ સપાટી દર કલાકે 10 થી 14 સેન્ટિમીટર વધી રહી છે અને 24કલાક માં કલાક માં જળ સપાટી 3.5 મીટર વધી છે.ડેમની સ્થિતિનો ચિતાર આપશે દૂર દર્શન સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા
વોક થ્રુ -સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસ